રાધનપુર નગરપાલિકાના વોર્ડ નં-૧ની કાઉન્સિલર જયા ઠાકોરની રજૂઆત બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું.

તેમના પ્રયાસોને પગલે રાધનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે તાત્કાલિક દવાનો છટકાવ કરવામાં આવ્યો.
રાધનપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની સતત અવરજવર રહેતી હોવાથી મચ્છરોના પ્રકોપથી લોકોને તકલીફ થઈ રહી હતી.
આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને કાઉન્સિલર જયા ઠાકોરે નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી.
રજૂઆત બાદ તંત્ર દ્વારા તાત્કાલિક દવાઓનો છંટકાવ કરી સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી.
આ કામગીરીથી સ્થાનિક નાગરિકો તેમજ મુસાફરોને રાહત અનુભવી છે.
લોકોમાં નગરપાલિકાની આ કામગીરી પ્રત્યે સંતોષનો માહોલ જોવા મળ્યો હતો અને કાઉન્સિલર જયા ઠાકોરના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી.
Satyarath News ગોવાભાઈ આહીર પાટણ


















Leave a Reply