વડગામ સરપંચ અને તલાટી સામે કાર્યવાહી કરવા માટે ટીડીઓ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી ને રીપોર્ટ કરાયો
ખોટી આકારણી બાબતે ઠરાવ કર્યો હોવાની અરજદાર ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરાઈ હતી
તત્કાલીન તલાટી સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી અરજદારે માંગ કરી

વડગામ સરપંચ અને તલાટી સામે કાર્યવાહી કરવા માટે ટીડીઓ દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને રીપોર્ટ કરાયો હતો. ત્યારે તત્કાલીન તલાટી અને સરપંચ દ્વારા ખોટી આકારણી બાબતે ઠરાવ કર્યો હતો. જેને લઇ ગામના જાગૃત અરજદાર ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરાઈ હતી.
ત્યારે આ બાબતે જવાબદારો સામે ડીડીઓ દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
તાલુકા મથક વડગામ ગામ પંચાયતના તત્કાલીન તલાટી અને સરપંચ દ્વારા થોડા સમય અગાઉખોટી આકારણી કરી લાખો રૂપિયા ની સરકારી જમીનનીહડપ કરવા મા આવી હતી. જેની રજુઆત ગામના જાગૃત અરજદાર દ્વારા જીલ્લા વિકાસ અધિકારી ને કરવા મા આવી હતી જે અનુસંધાને વડગામ તાલુકા વિકાસ અધિકારી ને તપાસ સોંપવામાં આવી હતી જેની તપાસ કરતાં ગ્રામ પંચાયત વડગામ ના સતાઘીસો દ્વારા ડેપ્યુટી સરપંચ ચંદ્રીકાબેન ભગવાનસિંહ સોલંકી અને સભ્ય ભગવાનસિંહ ગુલાબજી સોલંકી ના માતા મેતુબેન ગુલાબસિંહ સોલંકી ના નામે જુના ઠાકોર વાસ મા આવેલી ખુલ્લી જમીન લાખો રૂપિયા ની જમીન હડપ કરવા માટે પંચાયત માં ખોટો ઠરાવ કરી આકારણી રજીસ્ટરે મીલકત નંબર 7143અને6266 પોતાના નામે ચડાવી દેવામાં આવી હતી. જેની તપાસ કરતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરપંચ તલાટી અને સભ્યો સામે કાર્યવાહી કરવા માટે જીલ્લા વિકાસ અધિકારી ને રીપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા ભુમાફીયા ઓ સામે કાર્યવાહી કરી સતા ઉપર થી ઝડપી દુર કરવા મા આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે ટીડીઓ ની આ તપાસ ને લઈ તાલુકાના અધિકારીઓ અને સરપંચોમાં હડકંપ મચી ગયો હતો.

















Leave a Reply