પાલનપુર પ્રિન્ટર્સ એન્ડ ગ્રાફિક્સ એસોસિયેશનની ઉત્તર ગુજરાતની મહત્વપૂર્ણ મિટિંગ સંપન્ન

પાલનપુર: પાલનપુર પ્રિન્ટર્સ એન્ડ ગ્રાફિક્સ એસોસિયેશન દ્વારા આયોજિત ઉત્તર ગુજરાત ગ્રાફિક્સ એન્ડ પ્રિન્ટર્સ કોન્ફરન્સ તથા રિસોર્ટિંગ મશીન ડેમોસ્ટ્રેશન મહત્વપૂર્ણ મિટિંગ પાલનપુર ખાતે યોજાઈ હતી. મિટિંગમાં સમસ્ત ઉતર ગુજરાતના પ્રિન્ટિંગ તથા ગ્રાફિક્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગમાં પ્રિન્ટિંગ ઉદ્યોગને લગતા વર્તમાન પ્રશ્નો, વ્યવસાયમાં આવતા પડકારો, નવી ટેકનોલોજી, ગુણવત્તા સુધારણા તેમજ સભ્યોના હિતને લગતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ gem પોર્ટલ, AI ટેકનોલોજી, રિસો પ્રિન્ટિંગ મશીન ડેમોસ્ટ્રેશન તેમજ ભવિષ્ય ના ઇન્વેસ્ટમેન્ટ અંગેની માહિતી પણ આપવામાં આવી,
એસોસિયેશનના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ પટેલ એ સભ્યોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, એકતા અને સહકાર દ્વારા તેમજ ટેકનોલોજી એ સૌથી મોટી તક છે તેને સ્વીકારી પ્રિન્ટિંગ ઉદ્યોગને આગળ વધારી શકાય છે.
આ કાર્યક્રમની સફળ બનાવવામાં પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ પટેલ, મંત્રી શ્રી રાજુભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી વિનોદભાઈ રાઠી, બલ્લુભાઈ કાનાણી તથા કારોબારીના સૌ સભ્યોએ ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો હતો
મિટિંગ માં સભ્યોની 100% હાજરી સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણ અને શિસ્ત બુદ્ધ રીતે પૂર્ણ થઈ હતી અંતે એસોસિયેશન દ્વારા સમસ્ત ઉત્તર ગુજરાતમાંથી પધારેલ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અહેવાલ. રમેશભાઈ પરમાર વડગામ


















Leave a Reply