વડગામ ગામે શ્રી રામજી મંદિર સમિતિ દ્વારા ભગવાન શ્રી રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવા મા આવ્યું

વડગામ ખાતે ભગવાન શ્રી રામનવમીના પવિત્ર પર્વની ઉજવણીને લઈને ભારે ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે
આ મહોત્સવને યાદગાર બનાવવા માટે શ્રી રામનવમી ઉત્સવ સમિતિના સભ્યો અને ગામ લોકો માર્ગો પર ભગવાન શ્રી રામની આ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ વડગામ જુના રામજી મંદિર થી ભોજકવાડી વડગામ બસ સ્ટેન્ડ અને રાધાકૃષ્ણ મંદિર થઇ પરત જુના રામજી મંદિર શોભાયાત્રા લાવવામાં આવી શ્રી રામ મંદિર ખાતે આ યાત્રાનું ભવ્ય સમાપન થયું હતું .વડગામ ના મુખ્ય માર્ગો પર લહેરાતી કેસરી ધજાઓ અને ઝળહળતી લાઈટોને કારણે સમગ્ર માર્ગો આહલાદક અને મનમોહક દ્રશ્યો સર્જી રહ્યા છે. વહીવટી તંત્રના સંપૂર્ણ સહયોગ સાથે આ આખુંય આયોજન અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં યોજાવામા આવી રહ્યું હતું. આ ભવ્ય શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય જેમાં હિન્દુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ અને બજરંગ દળના કાર્યકરો જોડાયા હતા વહીવટી તંત્ર અનેવડગામ પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વડગામ ના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની સતત નજર રાખી હતી જેથી ભક્તો કોઈ પણ ભય વગર આ ધર્મોત્સવનો આનંદ માણી શકે. વહીવટી તંત્રના સંપૂર્ણ સહયોગ સાથે આ આખુંય આયોજન અત્યંત શિસ્તબદ્ધ રીતે યોજાવા મા આવ્યું હતું . ગામજનોમાં પણ આ ઉત્સવને લઈને અનેરો ઉમંગ અને ભક્તિનો સાગર જોવા મળી રહ્યો હતો .
અહેવાલ રમેશભાઈ પરમાર વડગામ

















Leave a Reply