ખપૈડીના નિયંત્રણ માટે ઘઉંની વાવણી બાદ શેઢા-પાળા ઉપર તેમજ ખેતરમાં કિવનાલફોસ ૧.૫ ટકા અથવા ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી હેક્ટરે ૨૫ કિ.ગ્રા. અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર હેક્ટરે ૨૦ કિગ્રા. પ્રમાણે છંટકાવ કરવો.
ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે જો ઉપદ્રવ ઓછો હોય તો નુકસાનવાળા છોડને ઇપળ સહિત મૂળમાંથી ખેંચી લઈ તેનો નાશ કરવો.
લીલી ઈયળના નિયંત્રણ માટે ખેતર નીંદણ મુક્ત રાખવું. ઘઉંમાં ઉબીઓ આપવાની શરૂઆત થાય ત્યારથી જ પાકનું ઝીણવટભર્યુ નિરીક્ષણ કરતા સહેવું અને નાની ઈયળો દેખાય તો લીમડાની લીંબોળીની મીંજમાંથી બનાવેલ અર્ક ૫% (૫૦૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા લીંબોળીની તેલયુક્ત દવા ૧૦ મિલિ (પ ઇ.સી.) અથવા બીવેરીયા બેસીયાના નામની ફુગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપદ્રવ વધતો જણાય તો કવિનાલ્ફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી છાંટવી.
મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (ક્રાયસોપલો) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી જંતુનાશક છોટવાની જરૂરિયાત રહેતી નથી. તેમ છતાં મોલોનું પ્રમાણ વધારે જણાય અને પાકને નુકસાન થતું હોય તો થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ડાયમિયોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો. જે જીલ્લા ખેતીવાડી અધિકારીની અખબાર યાદીમાં જણાવવામાં આવે છે.


















Leave a Reply