Advertisement

પાટણ જિલ્લામાં મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો ” નકલી ( બોગસ ) ડોકટર ” ઝડપી પાડતી પાટણ એસ.ઓ.જી. શાખા , પાટણ

પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી પાટણનાઓ તરફથી પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા ” નકલી ( બોગસ ) ડોકટર ‘ પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા એસ.ઓ.જી. પો.ઇન્સ.જે.જી.સોલંકી નાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી પાટણના પોલીસ કર્મચારીઓ સમી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ગામના બસ સ્ટેશન પાસે આવતા બાતમી હકીકત મળેલ કે શોએબઅખ્તર સુલતાનભાઇ સિપાઇ રહે મુજપુર તા.શંખેશ્વરવાળો વેડ ગામે વાણીયાવાસમા શશીકાંતભાઇ પ્રભુદાસભાઇ શાહનુ મકાન ભાડે રાખી કોઇ પણ જાતની ડોકટરની ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં દવાખાનુ ચલાવે છે અને બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરી તેમના પર ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનો દ્વારા બિમાર વ્યક્તિઓને પોતે ડોકટર નહિ હોવા છતાંયે તપાસી છેતરપીંડી કરી ઇન્જેકશનો , વાઓ , મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ. ૬૧૩૬.૨૬ / – નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી બી.એન.એસ -૨૦૨૩ ની કલમ -૩૧૯ તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબનો ગુન્હો કરેલ હોય તેના સામે તા .૧૮ / ૦૧ / ૨૦૨૫ ના રોજ સમી પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે . જેની આગળની તપાસ સમી પોલીસ ચલાવી રહેલ છે .

પકડાયેલ આરોપીની વિગતઃ-

( ૧ ) શોએબઅખ્તર સુલતાનભાઇ સિપાઇ રહે મુજપુર તા.શંખેશ્વર જી.પાટણ કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

( ૧ ) ઇન્જેકશનો , વાઓ , મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ. ૬૧૩૬.૨૬ / –

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!