પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા ” બનાવટી / ભેળસેળવાળી વસ્તુઓ પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા એસ.ઓ.જી. પો.ઇન્સ.જે.જી.સોલંકી નાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી પાટણના પોલીસ કર્મચારીઓ પાટણ વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે , પાટણ ધીવટો મણીયાતી પાડા ખાતે પરેશભાઇ બાબુલાલ મોદીના પોતાના રહેણાંક મકાનમાં શંકાસ્પદ ઘી બનાવે છે . તેમજ સદર રહેણાંકનામાં હાલમાં મોટા જથ્થામાં શંકાસ્પદ ઘીનો જથ્થો તથા સાધનો પડેલ છે જે આધારે રેઇડ કરતાં સદરી જગ્યાએ મકાનમા બે ઈસમો મળી

આવેલ જેમને પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે , હાલમાં આ મકાન પરેશકુમાર બાબુલાલ મોદીના કબજામાં છે જેઓ બહારથી ધીના ડબ્બાઓ મંગાવી તે ડબ્બામાંથી ધી અન્ય ખુલ્લા ડબ્બામાં કાઢી તેમાં સોયાબીન ઓઇલ મીક્ષ ભેળસેળ કરી જે ભેળસેળ કરેલ ધીનો વેપાર કરે છે . જેની તપાસ કરતાં ઘી બનાવેલ ધીના ખુલ્લા ડબ્બાઓ જેના ઉપરના ભાગેથી ઢાંકણા કાપી ખુલ્લા પડેલ છે જે ડબ્બાઓમાં ધીનો શંકાસ્પદ જથ્થો ભરેલ ડબ્બા મળી આવતાં જે ડબ્બાઓ ગણી જોતા કુલ -૨૨ જે ડબ્બાઓ ઉપર જોતા પ્રીમીયમ માધવ એગ માર્ક ધી ૧૫ કિ.ગ્રા.ના તથા સોનઇ દાણેદાર ધી રીચ એરોમાના સ્ટીકરો લગાવેલ છે તથા શીલબંધ ડબ્બા નંગ- ૪ મળી કુલ -૨૬ ડબ્બાઓ કુલ કિ.રૂ. – ૧,૫૬,૦૦૦ / – તથા ઇલેકટ્રીક અને ડીઝલની સગડી નંગ -૦૨ કિ.રૂ .૧૦,૦૦૦ / મળી કુલ -૧,૬૬,૦૦૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી કરવા સારૂ એ.ડીવીઝન પો.સ્ટે . તપાસ આપેલ છે .
હાજર મળી આવેલ આરોપીની વિગતઃ-
( ૧ ) બીપીનભાઇ બાબુલાલ મોદી રહે.પાટણ , ૧૩ સિધ્ધાર્થનગર સોસાયટી , પારેવા સર્કલ તા.જિ.પાટણ
( ૨ ) કમલેશકુમાર રસીકલાલ મોદી રહે.પાટણ , પદમનાથ ચોકડી , રૂદ્રા સોસાયટી મકાન નંબર -૪૫ તા.જિ.પાટણ
હાજર નહિ મળી આવેલ આરોપીની વિગતઃ-
( ૧ ) પરેશભાઇ બાબુલાલ મોદી રહે . પાટણ , ધીવટો મણીયાતી પાડા
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
( ૧ ) પ્રીમીયમ માધવ એગ માર્ક ધી ૧૫ કિ.ગ્રા.ના કુલ -૨૨ ડબ્બા કુલ- કિ.રૂ. ૧,૩૨,૦૦૦ / –
( ૨ ) શીલબંધ ડબ્બા નંગ- ૪ કુલ કિ.રૂ. ૨૪,૦૦૦ / –
( ) ઇલેકટ્રીક અને ડીઝલની સગડી નંગ -૦૨ કિ.રૂ .૧૦,૦૦૦ / –
મળી કુલ કિં .૧,૬૬,૦૦૦ / –


















Leave a Reply