Advertisement

મહેસાણા જિલ્લા ના વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં તારીખ 10 જુલાઈ 2024 ને વાળ બુધવારે ગામના લોકોએ પોતાની વેદના રજુ કરી છે

https://satyarath.com/

नाम- कैलाश कुमार मफतलाल
मो-7359219398
स्थान- उत्तर गुजरात विजापुर

મહેસાણા જિલ્લા ના વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં તારીખ 10 જુલાઈ 2024 ને વાળ બુધવારે ગામના લોકોએ પોતાની વેદના રજુ કરી છે

ફુદેડા ગામના સામાજિક કાર્યકર તરુણપટેલ દ્વારા લોકો ને કઈ સમસ્યા અડચણરૂપ છે યે બાબતે ફુદેડા ગામનો અહેવાલ નીચે મુજબ છે :

મનરેગા યોજનામાં ખુબ મોટા પ્રમાણમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જેમાં ગામના લોકોના મનરેગા જોબકાર્ડ માં કામ દર્શાવી પૈસા મનરેગા ના જોબકાર્ડ છે એ વ્યક્તિઓને પૈસા નથી મળ્યા છેતરપિંડી દ્વારા બીજા લોકોએ પૈસા ઉપાડેલ છે આ બાબત લોકોના જણાવ્યા અનુસાર છે અમારા ફુદેડા ગામમાં સરકાર આની SIT ટીમ ગોઠવી તપાસ કરી ગામના લોકોને ન્યાય અને હકના પૈસા અપાવવા નમ્ર વિનંતી…

અમને ગામના નાગરિકો ને જોબકાર્ડ માં અધિકારીઓ કામ નથી આપતા પરંતુ કામ દર્શાવી પૈસા ઉપાડવામાં આવે છે આ સરેસર અન્યાય છે અમને અમારો હક આપવા નમ્ર અપીલ છે…

કોના ખાતામાં કેટલા રૂપિયા આવ્યા અને કેટલા દિવસ નું કામ કર્યું છે એની તપાસ કરાવવા નમ્ર અપીલ

સાહેબ અમારા જોબકાર્ડ બેંક એકાઉન્ટ માં પૈસા પડે છે પણ કોણ અને કેવી રીતે ઉપાડે છે એ કંઈ ખબર પડતી નથી…

મહેસાણાની કચેરી હોય કે વિજાપુરની કચેરી હોય કે ગ્રામપંચાયત હોય મનરેગા યોજના હોય કે કોઈ અન્ય યોજના હોય અમને કોઈપણ માહિતી ગ્રામજનોને આપવામાં આવતી નથી…

આની એન્ટી કરપશન બ્યુરો,
SIT ટીમ,
ગ્રાહક સુરક્ષા,
સરકારી સંસ્થાઓ
આ મનરેગા જોબકાર્ડમાં તપાસ કરાવી ગામના લોકોને ન્યાય અને હકના અધિકાર અપાવવા માટે નમ્ર વિનંતી…

તો આ અરજી સ્વીકારી અમારા ગ્રામજનોને ન્યાય અને હક ની આશા સદાય બની રહે તે માટે આપ આ વિડિઓ ને આગળ ફોરવર્ડ કરી સરકારી સુધી અને મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચાડો

નમ્ર વિનંતી…!!!

ગુજરાત ની ન્યૂઝ મીડિયા ફુદેડા ગામમાં આવી લોકો સાથ જે અન્યાય થાય છે આ મુદ્દા ને ગુજરાત સરકાર સુધી પહોંચાડે તે માટે ખાસ અપીલ છે

https://satyarath.com/

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!