Advertisement

Radhanpur | વગડામાં 4.7 કરોડના ખર્ચે બનતા રોડ કામમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો ટેન્ડરની શરતો ભંગ: રાધનપુર પાલિકા અને કોન્ટ્રાકટર સામે નગરજનોમાં રોષ

રાધનપુર શહેરના વગડા વિસ્તારમાં 4.7 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા સીમેંટ કોન્ક્રિટ (CC) રોડના કામને લઈને અનેક ફરિયાદો સામે આવી રહી છે. રાધનપુર મામલતદાર કચેરીથી બાયપાસ તરફ બનાવવામાં આવી રહેલા નવા રોડમાં ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન થતાં કામની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ઊભા થયા છે.

સ્થાનિક નાગરિકોના જણાવ્યા પ્રમાણે, વરસાદની સામાન્ય ઋતુમાં જ કેટલીક જગ્યાએ માટી કામ ધોવાઈ જતું જોવા મળ્યું છે. જેઠાસર વિસ્તારમાં તો માટીનું કામ પૂરતું પણ ન થયું હોવાથી ભારે વરસાદે આખો રોડ પાણીમાં ગરકાવ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

આ કામગીરી દરમિયાન પાલિકા દ્વારા કોઈ પણ જવાબદાર અધિકારી કે ઇજનેર સાઇટ પર હાજર ન હોવાના કારણે મેટલના માપમાં પણ ભારે ફેરફાર જણાયો છે. નગરજનોનો આક્ષેપ છે કે, પાલિકા દ્વારા નગરના વિકાસ માટે ફાળવવામાં આવેલી રકમ બિનજરૂરી વિસ્તારોમાં ખર્ચી બિલ્ડરોને લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રોડ મંજૂરીના તબક્કેથી જ વિવાદમાં આવતો આ પ્રોજેક્ટ હવે નગરજનોમાં રોષનો વિષય બની ગયો છે. નગરપાલિકા અને સરકારી તંત્ર સામે વિશ્વાસ હલાય તેવા સંજોગો ઊભા થયા છે.

ભવિષ્યમાં રાધનપુર પાલિકામાં સત્તા બદલાય ત્યારે આ કામની યોગ્ય તપાસ થાય તેવી નાગરિકોની અપેક્ષા હતી, પણ હાલના સત્તાધીશોએ તે આશાઓ પર પણ પાણી ફેરવી દીધું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!