રાધનપુર તાલુકામાં આવેલ શ્રી દિનેશ લોક સંગીત મ્યુઝિકલ ગ્રુપ ગામ રાધનપુર તા રાધનપુર જિલ્લો પાટણના સંચાલક તુરી દિનેશ ભાઈ મફાભાઈ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી લોક ડાયરા માટેનું આયોજન કરવામાં આવ્યું હતુ આ લોક ડાયરા માં ગુજરાતના નામાંકીત કલાકાર અર્જુન ભાઈ પરમાર ફરસુરામ ભાઈ બારોટ ઈશ્વરભાઈ બારોટ લોક સાહિત્યકાર અમરત્વ ભાઈ બારોટ બેન્જો વાદક ગોવિંદભાઈ બારોટ તબલા ઉસ્તાદ દિનેશ બારોટ અને જય ગિરનારી સાઉન્ડ રાધનપુર ના સથવારે આ લોક ડાયરો સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો હતો આ લોક ડાયરામાં ભીડ ભંજન હનુમાન મંદિર ના મહંત શ્રી લાલ દાસ બાપુની મઢી ના ગાદી પતી મહંત શ્રી કાન દાસ બાપુનીહાજરીમાં જાહેર જનતાના લાભાર્થે લોકડાયરો યોજાયો હતો
