પાટણ જિલ્લાના રાધનપુરમાં આજે બે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ સામે આવી છે.


મીરા દરવાજા હાઈવે નજીક બેંક ઓફ બરોડા સામે વાયરિંગની બેદરકારીને કારણે ગાયને કરંટ લાગતાં તેનું કરૂણ મોત થયું.
ચોમાસાના શરૂઆતમાં અર્થીંગની ખામીથી અકસ્માત વધ્યાની સંભાવનાઓ પર ચર્ચા ચાલી રહી છે.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરના ગૌભક્તોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
તેઓએ સવાલ ઉઠાવ્યો કે રાધનપુરમાં બનતી આવી દુર્ઘટનાઓ માટે જવાબદાર કોણ છે?
સાથે જ દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી પણ કરી છે.
વિશેષ તો એ છે કે આજે જ સવારે ખુલ્લી ગટરમાં ગૌમાતા પડી ઘાયલ થઈ હતી.
એક જ દિવસે ગૌમાતાને લગતી બે દુર્ઘટનાઓ બનતાં શહેરમાં તંત્રની બેદરકારી અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
Satyarath News ગોવાભાઈ આહીર


















Leave a Reply