પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ લાટીબજારથી મેઈન બજાર જવાના માર્ગ પર છેલ્લા દસેક દિવસ થી ગટરનું ગંદુ જાહેર માર્ગ પર જાણે નદી વહેતી હોય તેમ ગટરનું ગંદુ પાણી વહેતા ત્યાંથી પસાર થતા લોકોનો પાલિકા સામે લાલઘૂમ જોવા મળી રહ્યા છે.રાધનપુર મીરાદરવાજા નજીક આવેલ લાટીબજાર થી હાઇવે

તરફ જતા માર્ગ પર છેલ્લા ઘણા દિવસોથી ગટર બ્લોક હોવાથી ગટરના ગંદા પાણીનો કોઈ નિકાલ ન થતા ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગે પર જાણે નદી વહેતી હોય તેમ ગટરનું ગંદુ ઊભા માર્ગે ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે જેથી માર્ગ પર આવેલ લાટીઓ સહિત નાના મોટા ધંધાદારીઓ ના વેપાર પર માઠી અસર પડી રહી છે જેથી વેપારીઓ ને વેપારમાં ભારે અસર પડી રહી છે.માર્ગ પર ગટરનું ગંદુ પાણી નદીની જેમ વહેતા માર્ગે પરથી પસાર થતા રાહદારીઓ ધંધાદારીઓ વાહન ચાલકો ને માર્ગ પર ચાલવું માથાનો દુખાવો બન્યો છે.માર્ગ પર વેહતી ગટરના કારણે માર્ગ પર પડેલ મશ મોટા ખાડાઓ દેખાતા ન હોવાના કારણે કેટલાક નાના વાહન ચાલકો અને રાહદારીઓ કેટલીક વાર ગટરના ગંદા પાણીમાં પડી જવાથી નાની મોટી ઈજાઓ પહોંછે પાલીકા દ્વારા જરૂરિયાત વગરના બિલ્ડરોના ફાયદા સારું માર્ગ વગડામાં બનાવી દેવામાં આવે છે પરંતુ મેઈન બજારના જોડતા માર્ગ રહેણાક માર્ગ બનાવવાની વધુ જરૂરિયાત હોવા છતાં પાલિકા દ્વારા જરૂરિયાત માર્ગ બનવવામાં નિસ્ફડ નીવડી છે.પાલિકા દ્વારા તમામ પ્રકારના વેરાઓ શહેરીજનો પાસેથી ઉઘરાવવામાં આવે છે પરંતુ પૂરતા પ્રમાણમાં સગવડો આપવામાં આવતી નથી જ્યારે પાલીકાના અધિકારી પાલિકાની ઓફિસો માંથી બહાર નીકળીને લોકોને પડતી હાલાકીનો નિવારણ લાવવા શહેરીજનો માંગ કરી રહ્યા છે.
કોંગ્રેશ મહિલા પ્રમુખના આક્ષેપ :-
રાધનપુર નગર પાલીકા દ્વારા જરૂરિયાત વગરના બિલ્ડરોના ફાયદા સારું માર્ગ વગડામાં બનાવી દેવામાં આવે છે પરંતુ મેઈન બજારના જોડતા માર્ગ રહેણાક માર્ગ બનાવવાની વધુ જરૂરિયાત હોવા છતાં પાલિકા દ્વારા જરૂરિયાત માર્ગ બનાવવામાં નિષ્ફળ નીવડી છે તેવું પાટણ જિલ્લા મહિલા કોંગ્રેશ પ્રમુખ જયાબેન સોની સહીત રાધનપુર શહેર મહિલા કોંગ્રેશ પ્રમુખ જ્યોતિબેન જોશીએ જણાવ્યું હતું.
પાલિકા ચીફ ઓફિસરે આ બાબતે શુ કહ્યું :-
રાધનપુર નગર પાલિકા ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ એ જણાવ્યું હતું કે સ્થાનિક વેપારીઓની રજૂઆત ને ધ્યાને રાખીને ચારેક દિવસ અગાઉ નાળું નાખવાની કામગીરી કરવામાં આવી હતી તેમ છતાં સમસ્યાનું નિવારણ આવ્યું નહિ જેથી આવનારા સમયમાં મોટી ગટર લાઇન નાંખવાની કામગીરી કરવા ચર્ચા વિચારણા ચાલુ છે જેથી સમસ્યાનું નિવારણ આવી જશે.


















Leave a Reply