Advertisement

Radhanpur | રાધનપુરના અગીચાણા સહકારી મંડળીના મંત્રીએ આચર્યું કૌભાંડ…

ખેડૂતોના જમીન ઉપર જાણ બહાર લાખો રૂપિયાનું ધિરાણ ઉપાડી લીધું…

પાટણના રાધનપુર તાલુકાના અગીચાણા ગામના સહકારી મંડળીના મંત્રી દ્વારા ખેડૂતોને જાણ બહાર કેટલાક ખેડૂતોની જમીન પર ધિરાણ ઉપાડી ને કૌભાંડ આચરતા ગામના ખેડૂત દ્વારા નામદાર હાઇકોર્ટનો દરવાજો ખખડાવતા જુલાઈ મહિનામાં સુનાવણી થશે.ગામના ખેડૂતો દ્વારા સહકારી મંડળીના મંત્રી સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને સહકારી મંડળીના મંત્રી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે.

રાધનપુરના અગીચણા ગામના ખેડૂત શંકરભાઈ ડુંગરભાઈ આયર ના ખેતરમાં 7 જૂન 21 ના રોજ ધી સહકારી સેવા મંડળીના મંત્રી દ્વારા ખેડૂતની જાણ બહાર ખેડૂતના ખેતર પર ઘી સહકારી મંડળી દ્વારા ખેડૂતોને આપવામાં આવતી વ્યાજ વગર પાક ધિરાણ લોન સહકારી મંડળીના મંત્રી દ્વારા ખેડૂતને જાણ બહાર પાક ધિરાણ ઉપાડી લેતા ખેડુત દ્વારા મંત્રીને પૂછપરછ કરતાં તેઓએ યોગ્ય જવાબ આપતા ન હોય જેથી ખેડૂત દ્વારા મંત્રી સામે કાર્યવાહી કરવા પોલિસ સ્ટેશન ખાતે લેખિતમાં અરજી આપેલ અને તે અરજીના આધારે પોલીસે મંત્રી અને લાગતા વળગતા ના નિવેદન મેળવી ને અરજી ફાઈલ કરી દેતા ખેડૂત દ્વારા નામદાર ગુજરાત હાઈ કોર્ટ માં પીટીશન દાખલ કરીને ધી સહકારી મંડળના મંત્રી સામે કાર્યવાહી કાર્યવાહી કરવા માંગ કરી છે.

અગીચાણા ગામના ખેડૂત શંકરભાઈ ડુંગરભાઈ આયર નિવેદનમાં જણાવ્યું હતું કે અગીચણા ગામ ખાતે ચાલતી ધી સેવા સહકારી મંડળીના મંત્રી જહાભાઈ રબારી એ મારા ખેતર પર અમારી પાસે સહી કરી કરાવી ખોટા દસ્તાવેજ ઊભા કરીને વગર વ્યાજે આપવામાં આવતી પાક ધિરાણ લોન ઉપાડી લઈને અમારી સાથે છેતરપિંડી આચરતા અમો ખેડૂતેએ પાટણ જિલ્લા પોલીસ વડા,તેમજ લાગતા વળગતા કચેરી એ અરજીઓ કરેલ તે અરજીઓમાં પોલિસ દ્વારા નિવેદન મેળવીને ફાઈલ કરી નાખતા અમો અરજદારે નામદાર ગુજરાત હાઈ કોર્ટ માં પીટીશન દાખલ કરી છે અને અમો અરજદારને કોર્ટ ભરોષો છે અમોને ન્યાય આપશે.બનાસ બેંકના મેનેજર દશરથભાઈ ઠાકોર દ્વારા ની મીલીભગત હોવાના કારણે પાક ધિરાણ ઉપાડ્યું છે અને પાક ધિરાણ મેળવવા માટે લાગતી વળગતી બેંકમાં ખાતું ખોલાવવું જરૂરી હોય છે સેડો નંબર થી ખાતું ખોલાવી શકાય છે અને ત્યારબાદ લોન લીધેલ પાક ધિરાણ બેંક એકાઉન્ટમાં જમા થાય છે અને ખેડૂત ની સહી વિના કોઈ બેંક માં જમાં થયેલ રકમ ઉપાડી શકાતી નહિ.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!