Advertisement

Patan | પાટણ જીલ્લાના સમી પો. સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામા છેલ્લા ૦૭ (સાત) વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.પાટણ

મે. પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી ચિરાગ કોરડીયા સરહદી રેન્જ કચ્છ ભુજ નાઓના પત્ર ક્રમાકઃ-આર.બી./જી-૧/સ્પેશ્યલ ઝુંબેશ/૩૧૭૯/૨૦૨૫ તા. ૦૮/૦૪/૨૦૨૫ આધારે નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ તા.૧૩/૦૪/૨૦૨૫ થી તા.૨૨/૦૪/૨૦૨૫ દિન-૧૦ માટે રેન્જ કક્ષાએ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે ડ્રાઇવ અન્વયે મે. પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ પાટણનાઓએ પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડવા સારૂ એલ.સી.બી. સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સમી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૯૧/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫-એ-ઇ,૬૭-૧-એ, ૮૧,૯૮(૨) મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી ભાટી સવાઇસિંગ નપતસિંગ રહે ચાબા ભાટીઓની ઢાણી તા.શેરગઢ જી.જોધપુર વાળો જોધપુર શહેર સિવાન્સી ગેટ પાસે જનતા સ્વીટ દુકાન ખાતે હોવાની હકીકત હોય જે હકિકત આધારે સદર ગુનાના નાસતા ફરતા આરોપી ભાટી સવાઇસિંગ નખતસિંગ ઉર્ફે નપતસિંગ જેઠુસિંહ ઉ.વ.૩૪ રહે ચાબા ગામ ભાટીઓની ઢાણી તા.શેરગઢ જી.જોધપુર રાજસ્થાનવાળાને પકડી પાડી બી.એન.એસ. કલમ ૩૫(૧) (જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ સમી પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ કરેલ છે.

પકડાયેલ નાસતા ફરતા આરોપીની વિગતઃ-

(૧) ભાટી સવાઇસિંગ નખતસિંગ ઉર્ફે નપતસિંગ જેઠુસિંહ રહે ચાબા ગામ ભાટીઓની ઢાણી તા.શેરગઢ જી.જોધપુર રાજસ્થાન

ગુન્હાની વિગતઃ-

(૧) સમી પો.સ્ટે.પ્રોહી ગુ.૨.નં.૯૧/૨૦૧૮ પ્રોહી કલમ ૬પ-એ-ઇ, ૬૭-૧-એ, ૮૧, ૯૮(૨) મુજબ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!