લુટેરી દુલ્હનનો ભોગ બનાર વ્યક્તિ દ્વારા સમાધાન થતા હવે નવા શિકારની શોધમાં લુટેરી દુલ્હન નિકળી

વડગામ તાલુકાના એક ગામના બે ઈસમોને નવ લાખ મા લુટેરી દુલ્હનનો સિકાર બન્યા હતા બે દિવસ અગાઉ વડગામ પોલીસ ને લુટેરી દુલ્હન ની માહેતી મળતા તાબડતોબ પોલીસ દ્વારા લુટેરી દુલ્હન ને માઉન્ટ આબુ થી ઝડપી પાડી વડગામ પોલીસ સ્ટેશન લાવી વધુ તપાસ કરતા વડગામ તાલુકાના એક ગામના બે ઈસમનો લુટેરી દુલ્હનનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું હતું મળતી માહિતી મુજબ ભોગ બનનાર વ્યક્તિ ઓ દ્વારા સાત લાખમા સામ સામે સમાધાન થતા હવે લુટેરી દુલ્હન ને મોકળુ મેદાન મળ્યું હતું લુટેરી દુલ્હન પર જો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હોત તો કેટલા ગામોમાં લોકો આ લુટેરી દુલ્હનો ભોગ બન્યા છે તે સત્ય હકીકત સામે આવી હોત પણ બે પાર્ટી ઓનુ સામે સામે સમાધાન થતા લુટેરી દુલ્હન ને હવે મોટળુ મેદાન મળ્યું છે ફરીથી નવા દુલ્હે રાજા ભોગ બને તો નવાઈ નહી એવુ લોક મુખે ચર્ચાય રહ્યું હતું વડગામ તાલુકાની જનતા આવી લોભામણી લુટેરી દુલ્હનો ભોગ ના બને અને ફરી થી કોઈ નિર્દોષ વ્યક્તિ ના વેતરાય એવી લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે
અહેવાલ. રમેશભાઈ પરમાર વડગામ

















Leave a Reply