Advertisement

રાધનપુરમાં સરકારી રેફરલ હોસ્પિટલની મનમાની આવી સામે…રાધનપુરના સાંથલી ગામના દર્દી સારવાર હેઠળ આવતાં કરાયું ગેરવર્તણૂક

સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં દર્દીઓ સાથે ઓરમાયું વર્તન થતાં સરકારના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંધન થતું હોય તેવું દેખાઈ રહ્યું છે

રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર મેળવે જેના માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં દર્દીઓ સાથે ઓરમાયું વર્તન થતાં સરકારના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંધન થતું હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ દર્દી સાથે હોસ્પિટલ સ્ટાફ દ્વારા ગેરવર્તણૂક કરાયું હોવાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે રાધનપુર

સરકારી હોસ્પિટલમા આવેલ દર્દીની દવા નહિ કરતા સતત 2 કલાક સુધી પેસન્ટ હોસ્પિટલમા બેસી રહેવા મજબુર બની આખરે પ્રાઇવેટ હોસ્પિટલ પહોંચતા દવા શરુ કરાઈ હતી..રેફરલ હોસ્પિટલમાં હાજર નર્સની ગેરવર્તણુક આવી સામે. છે રેફરલ હોસ્પિટલમા હાજર સ્ટાફ અને નર્સએ સાંજના 4 વાગ્યાં સુધી દવા નહિ થાય તેવું કહેતા પેસન્ટની સાથે આવેલ સગાએ દુખાવાની દવા કે રાહત પૂરતું ઈન્જેકશન આપવા કહેલ જે બાદ પણ કોઈવાત સાંભળવામાં નહિ આવતા આખરે મજબુર બની પેસન્ટને સગાએ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ મા લઇ જવા મજબુર બનવું પડ્યું હતું …

રાધનપુર રેફરલ હોસ્પીટલની ઘોર બેદરકારી કહી શકાય કે કદાચ કોઈ આ સમયમાં ઇમર્જન્સી પેશન્ટ આવે તો હોસ્પિટલ ની તાનાશાહી જોતા પેશન્ટ ની શુ હાલત બને જે સવાલો ઉભા થઈ રહ્યા છે.

સરકારી હોસ્પિટલ માં હાજર સટાફ કહે છે કે ચાર વાગ્યાં સુધી તો પેશન્ટની દવા નહિ થાય.. અને જવાબ આપે છે કે તમારા થી થાય એ કરી નાખો બાકી હાલ દવા નહિ થાય.. ત્યારે આ સાંભળીને લાગી રહ્યું છે કે રાધનપુરની સરકારી હોસ્પિટલમા ચોક્કસ અહીં તાનાશાહી જોવા મળી રહી છે.

આ વાતને લઈને ગામના સરપંચ રેફરલ હોસ્પિટલ પહોંચી હોસ્પિટલ ના સ્ટાફ સહીત નર્સ જોડે વાત કરતા સરપંચને પણ નર્ષ દ્વારા અયોગ્ય જવાબ મળ્યો હતો રાધનપુરના ધારાસભ્ય છે એના કરતાં જાહેર જનતાને પડતી મુશ્કેલીને દૂર કરવા માટે આગળ આવે તે પણ જરૂરી બની ગયું છે

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!