આજરોજ તા. 8/11/25ના રોજ ખેલ મહાકુંભનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ કેસરબા જાડેજા વિદ્યાસંકુલ સંચાલિત જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ

એકસીલેન્સ વડગામમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી.ત્યારબાદ મુખ્ય અતિથિ તરીકે પધારેલ કમલા પાલ સાહેબ જિલ્લા રમતગમત વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા દ્વારા ખેલ મહાકુંભનો ધ્વજ ફરકાવી રીબીન કાપી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અન્ય અતિથિઓ માં
પી.વી.પરમાર સાહેબ
વડગામ તાલુકા વ્યાયામ મંડળ પ્રમુખ જશુભાઈ.એસ.પટેલ
-ખેલ મહાકુંભ કન્વીનર શ્રીમતી મીનાબેન પટેલ તેમજ વડગામ તાલુકાની દરેક સ્કૂલના વ્યાયામ શિક્ષક હાજર રહ્યા હતા.શાળા ના પ્રમુખ ડૉ જાડેજા સાહેબ અને
શાળાના પ્રિન્સિપાલશ્રી કોમલ બા રાજપૂતએ ખેલની મહત્તા વિશે પ્રકાશ પાડતા કહ્યું કે ખેલ વ્યક્તિના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને છે. વિદ્યાર્થીઓએ ત્યારબાદ ખોખો ભાઈઓ U 14,U17 અને ઓપન એજની સ્પર્ધાઓનો આરંભ થયો.
કાર્યક્રમના અંતે અતિથિશ્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને ખેલમાં નૈતિકતા, શિસ્ત અને ટીમ સ્પિરિટ જાળવવાની પ્રેરણા આપી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશાબેન ગોસ્વામી તેમજ રાહુલજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું.
કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર અને શિસ્તપૂર્ણ રીતે યોજાયો હતો.
અહેવાલ રમેશભાઈ પરમાર વડગામ
















Leave a Reply