પાટણ જિલ્લાના વારાહી ગામમાં ફુર્ડ વિભાગના અધિકારીઓએ અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું.

તપાસ દરમિયાન ગામની અનેક ફરસાણની દુકાનોમાંથી અલગ-અલગ નમૂના લેવામાં આવ્યા.
તપાસમાં કેટલીક દુકાનોમાં વાસી અને પડતર જથ્થો મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો.
ચોંકાવનારી વાત એ પણ સામે આવી કે કેટલાક વેપારીઓ ફરસાણમાં ખાવા યોગ્ય પદાર્થોના બદલે ખતરનાક વોશિંગ સોડાનો ઉપયોગ કરતા હતા.
ફુર્ડ વિભાગની અચાનક તપાસથી વેપારીઓમાં હડકંપ મચી ગયો હતો.
વિભાગ તરફથી જણાવાયું છે કે લેવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત વેપારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવસે
Satyarath News
ગોવાભાઈ આહીર પાટણ


















Leave a Reply