Advertisement

Varahi : વારાહીમાં પોલીસે કરી મોટી કાર્યવાહી:  સરપંચ ચૂંટણી વિવાદમાં હિંસક હુમલાનો રિકન્સ્ટ્રક્શન

પાટણ જિલ્લાના વારાહી વિસ્તારમાં સરપંચ ચૂંટણીના વિવાદને પગલે થયેલા હિંસક હુમલા કેસમાં પોલીસે કડક પગલાં લીધા છે.

માહિતી અનુસાર, ત્રણ આરોપીઓએ મુનિરખાન પર લોખંડના સળિયા અને બાઈકની ચેન વડે હુમલો કર્યો હતો.

હુમલા દરમિયાન આરોપીઓએ વીડિયો અને ફોટા ઉતારી પીડિતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ કૃત્ય દ્વારા પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધ જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો.

આસિફખાન ઉર્ફે માયા મલેક, આબીદખાન મલેક અને મોઈનખાન મલેક – આ ત્રણેય આરોપીઓને પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ હુમલાના રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું

રિકન્સ્ટ્રક્શન દરમ્યાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાક્રમનો વીડિયો રેકોર્ડ થયો હતો.

તપાસ માટે જરૂરી તમામ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે

અને હવે આ કેસમાં આગળની કાનૂની કાર્યવાહી વધુ ઝડપથી હાથ ધરાશે.

Satyarath News ગોવાભાઈ આહીર પાટણ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!